આ મહિલાએ 100થી વધુ પરણિત પુરુષો સાથે બનાવ્યાં સંબંધ, કારણ ખુબ ચોંકાવનારું

એક મહિલાનું કહેવું છે કે તેને લગભગ 100 પરણિત પુરુષો સાથે અફેર હતું. ધ મિરરના રિપોર્ટ મુજબ લંડનમાં રહેતી આ 47 વર્ષની મહિલા ગ્વેનીથ લીએ આટલા બધા અફેર માટે પોતાના 'ચીટિંગ જીન્સ'ને જવાબદાર ઠેરવ્યાં છે.

આ મહિલાએ 100થી વધુ પરણિત પુરુષો સાથે બનાવ્યાં સંબંધ, કારણ ખુબ ચોંકાવનારું

લંડન: એક મહિલાનું કહેવું છે કે તેને લગભગ 100 પરણિત પુરુષો સાથે અફેર હતું. ધ મિરરના રિપોર્ટ મુજબ લંડનમાં રહેતી આ 47 વર્ષની મહિલા ગ્વેનીથ લીએ આટલા બધા અફેર માટે પોતાના 'ચીટિંગ જીન્સ'ને જવાબદાર ઠેરવ્યાં છે. ગ્વેનેથ લીનું કહેવું છે કે લગ્ન પછી બાળકો થયા બાદ મહિલાઓ ઘર અને બાળકોની જવાબદારીમાં વ્યસ્ત થઈ જાય છે અને પતિઓને સમય આપતી નથી. આથી હું એવા પુરુષો સાથે સંબંધ બાંધીને તેમને ખુશી આપું છું. 

મિરરના અહેવાલ મુજબ લીના પતિ રોબર્ટનું 10 વર્ષ પહેલા કેન્સરથી મોત થયું હતું. ત્યારબાદ તેણે આ કામ કરવાનું નક્કી કર્યું હતું. 47 વર્ષની ગ્વેથેન અત્યાર સુધીમાં 100થી વધુ પરણિત પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકી છે. 

જુઓ LIVE TV

ગ્વેનેથ લીએ જણાવ્યું કે તે પાર્ટનર ડેટિંગ સાઈટ ઈલિસિટ એન્કાઉન્ટર પર પુરુષોને અપ્રોચ કરે છે. આ સાઈટ પરણિત લોકો માટે મેચ મેકિંગ કરવામાં સ્પેશિયાલિસ્ટ છે. આ સાઈટ પર તે અનેક પરણિત પુરુષો સાથે સંપર્કમાં આવી હતી. લીનું કહેવું છે કે અનેક લગ્નો માત્ર એટલા માટે તૂટતા હોય છે કારણ કે પુરુષોને સપોર્ટ કરનાર અને સમય આપનાર મારા જેવો પાર્ટનર મળતો નથી. લીનું માનવું છે કે તેને આમ કરવા પાછળ કોઈ પસ્તાવો નથી ઉલ્ટું તે સંબંધ બનાવીને પતિ-પત્ની વચ્ચેના સંબંધને મજબુત બનાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news